Mysamachar.in-સુરત
રાજ્યના મેટ્રો સિટીમાં સ્પાના ઓથા હેઠળ દેહવ્યાપારના ધંધાઓનો પર્દાફાશ અનેકવાર પોલીસ કરી ચુકી છે, એવામાં રાજ્યના સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં કુટણખાનાઓનો ધંધો શરૂ થઈ ગયો છે. જેમાં દેશ અને વિદેશથી યુવતીઓને બોલાવી તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યાનું સામે આવે છે, એવામાં વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફે દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને 500 આપતા હતા.
સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી. વધુમાં સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા કેટલાક સમયથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતા અને 500 યુવતીને આપતા હતા. પોલીસે સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. જ્યારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.