Mysamachar.in-સુરત
હાલમાં સમગ્ર ગુજરાતમાં મેટ્રોસિટીમાં વાહનચાલક જો નિયમોનો ભંગ કરે તો કેમેરામાં બતાઈ આવે તો તેને સીધો જ પોસ્ટ દ્વારા મેમો તેના ઘરે પહોચાડવામાં આવે છે, પણ સુરતમાં એક આશ્ચર્ય પમાડતો કિસ્સો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, વાત કઈક એવી છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં નોકરી માટે સાઇકલ પર જતાં રાજબહાદુર યાદવને પોલીસે ગુરુવારે સવારે સચિન નોટીફાઈડ વિસ્તાર પાસે અટકાવ્યો હતો. રોંગસાઈડ સાઇકલ ચલાવતા ટ્રાફિકમાં ફરજ પરના એલ.આર. કોમલ ડાંગરે રાજબહાદુરને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આરટીઓ સુરત લખેલો રૂ.100નો મેમો પકડાવી જવા દીધો હતો. પહેલા પોલીસે સાઇકલનો એમ.વી. એક્ટ હેઠળ મેમો આપ્યો પછી સાઇકલ હોવાથી સુધારીને જી.પી.એક્ટ કર્યું હતું. જેમાં કોર્ટમાં દંડ ભરવા જવું પડે છે.
રાજબહાદુરે જણાવ્યું હતું કે, મેમો બનાવી આપ્યા બાદ સાઇકલ જમા લેવામાં આવી ન હતી. મારી પાસે દંડ પણ વસૂલાયો નથી. જો કે જે રીતે જાણવા મળે છે તેમ સાઇકલને મેમો આપી શકાય જોકે આ મેમોમાં જીપી એક્ટ 99 અને 117ને બદલે મોટર વેહિકલ એક્ટની કલમ 184નો ઉલ્લેખ કરાયો હતો જેને બાદમાં સુધારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.