Mysamachar.in-સુરત
સુરત પોલીસે એટીએમમાં ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, પુણા પોલીસે બાતમીના આધારે 78 ATM કાર્ડ સાથે 2ને ઝડપી લીધા છે. પોલીસને માહિતી મળી હતી કે કડોદરા રોડ પર BOB એટીએમની બહાર બે ઇસમો ઉભા છે અને તેમની પાસે ઘણા એટીએમ કાર્ડ છે. તેઓ મશીનમાં ચેડા કરી રૂપિયા ઉપાડનાર છે. જેના આધારે પુણા પોલીસે ભક્તિધામ મંદિર પાસેથી સુનીલકુમાર અરૂણકુમાર નિસાદ અને સોનુ કુંજીલાલ નિસાદ(બંને રહે. યુપી) તેમના કબજામાંથી અલગ-અલગ બેંકના 78 એટીએમ કાર્ડ અને બે ફોન મળ્યા છે. તેઓ મશીનમાંથી રૂપિયા કાઢતી વખતે ચેડા કરીને સર્વર ડાઉન કરીને પછી બેંકમાં રૂપિયા માટે ક્લેઇમ કરીને નાણાં મેળવીને ઠગાઈ કરતા હતા.
ઓળખીતાઓ પાસેથી કાર્ડ લઈને તે મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે નાણાં બહાર નીકળે તે પહેલા એટીએમના નાણાં નીકળવાના વિન્ડોમાં હાથ નાખી દેતા હોય છે. તેનાથી રૂપિયા તો નીકળે પરંતુ મશીનનું સર્વર ડાઉન થઈ જાય છે. તેનાથી સિસ્ટમમાં એટલી નોંધ થાય છે કે રૂપિયા કાઢવાની કોશિશ થઈ છે. પછી આરોપીઓ જે-તે બેંકમાં ક્લેઇમ કરી રૂપિયા મેળવી ઠગાઈ કરે છે. જાણવા એવું પણ મળે છે કે જાલૌનમાં આવા ફ્રોડની ટ્રેનિંગ અપાય છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલકાતા જેવા શહેર ટાર્ગેટ બનાવે છે.