Mysamachar.in-સુરત
રાજ્યમાં દારૂબંધીની ચીથરા કાઢતો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થયો હતો, જેમાં ઓન ડ્યુટી એસટીના ત્રણ કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવતા આ મામલે કાર્યવાહી થઇ છે, જો કે બાદમાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી સોનગઢ મોકલી આપવામાં આવ્યા હતા. સુરત એસટી વિભાગના કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એસટીના સુરત ડિવિઝનમાં નોકરી કરતા 3 કર્મચારીઓ સુરત વરાછા લંબે હનુમાન મંદિરની સામે આવેલા એસટી વર્કશોપના ડ્રાઈવર-કંડકટરના રેસ્ટ રૂમમાં દારૂની બોટલ સાથે વિડીયોમાં દેખાય રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓ ઓન ડ્યુટી ડ્રેસકોડમાં દારૂ પી રહ્યા હતા.
દારૂની મહેફિલ માણતા એટીઆઈ હુસેન એ. પઠાણ, કંડકટર ભાવેશ પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાઈવર નીતિન દશરથભાઈ સોલંકી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તમામની બદલી સોનગઢ કરી દેવામાં આવી હતી. સરકારી ફરજ પર દારૂ પી રહેલા ત્રણેય કર્મચારીઓ સામે સુરત એસટી ડેપોમાં ટીઆઈ તરીકે ફરજાવતા જીલુજી બળદેવજી હડિયોલ પ્રોહિબિશનની કલમો હેઠળ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધયો હતો.