Mysamachar.in-સુરત:
જયારે જયારે તસ્કરો ઝડપાય અને બાદમાં પોલીસ તેની પુછપરછ કરે તો કેટલાક રોચક તથ્યો સામે આવતા હોય છે, આવું જ થયું સુરતમાં જ્યાં માત્ર તમાકુ અને સિગારેટના પેકેટોની ચોરી કરતી ગેંગના 2 શખ્સોને સીસીટીવી કેમેરા પોલીસ સ્ટાફે પકડી પાડ્યા છે. અન્ય એક સાગરિત ફરાર છે. જેને શોધવા ડીસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રિપુટી ટોળકી ખાસ કરીને બાઇક, કાર, રિક્ષા અને ટેમ્પોમાં તમાકુ અને સિગારેટની ડિલિવરી કરતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતી હતી. નંબર વગરની બાઇક પર જતા મયુર વલ્લભ રાઠોડ તથા દર્શન રમેશ ઉનાગરની ધરપકડ કરી છે.જ્યારે નીતિન ઉર્ફે મોટો શીખડો કવરસીંગ વર્મા ફરાર છે. આ ઈસમો ગજબ મોડસ ઓપરેન્ડીથી માત્ર સિગરેટ વેપારીઓને નિશાન બનાવતા હતા.
આરોપી પોતાની મોપેડ પર રેકી કરતા, ટેમ્પા, રીક્ષા તેમજ મોટર સાયકલ પર ડિલવરી કરતા વેપારીઓની નજર ચુકવી, કાર હોયતો કાચ ખોલી, ટેમ્પો હોય તો ટેમ્પાની તાડપત્રી અને દોરડા કાપી ચોરીને અંજામ આપતા. એક પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચાર લાખનો મુદામાલ કબજે કર્યો છે. આરોપી દ્વારા સુરતના અડાજણ, અમરોલી જેવા વિસ્તારમાં ચોરી કરી છે તે ઉપરાંત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મોટર સાયકલ જતા વેપારીને લૂંટ્યો હોવાનું કબુલ્યું હતું. આ સિવાય વેસુના વિજયલક્ષ્મી હેલ આગળ રોડ ઉપરથી ટેમ્પામાંથી મારબોરો સીગરેટની ચોરી કરેલ છે. ખટોદરા સોસીયો સર્કલ પાસેથી એક રિક્ષામાંથી 60 તમાકુના પેકેટ ભરેલ બોકસની ચોરી કરેલ છે. આમ અનેક ચોરીની કબુલાત કરી છે.