Mysamachar.in-સુરત
આજના સમયમાં સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો લોકો ઉપયોગ કરતા થયા છે, અને તેમાં અજાણ્યા લોકોના સંપર્કોમાં પણ આવતા હોય છે, પણ આવા અજાણ્યા લોકોના સંપર્કમાં આવવું તેની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારવી તે ક્યારેક મુસીબત સાબિત થઇ શકે છે આવો જ એક્ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જે અંતે પોલીસ સુધી પહોચ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં રહેતા ઍકાઉન્ટન્ટને ફેસબુક ઉપર યુવતી સાથે થયેલી મિત્રતા ભારે પડી છે. યુવતીઍ લોભામણી વાતો કરી વિડીયો કોલીંગ ઉપર પોતે નગ્ન થઈ ઍકાઉન્ટન્ટને પણ નગ્ન થવાનું કહી તેનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ ઍકાઉન્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ કરી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે કરી રૂપિયા પડાવી લીધા હતા.
યુવકને મિત્રતાનાં ચક્કરમાં હજારો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતો એક યુવક પોતે ઍકાઉન્ટનું કામ કરે છે. 24 વર્ષીય યુવકની ગત તા 17મી જાન્યુઆરીના રોજ ફેસબુક ઉપર અંજલી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતામાં યુવકે અંજલીએ તેનો મોબાઈલ નંબર આપ્યો હતો અને તેના ઉપર બંને વાતો કરતા હતા. જો કે બીજા દિવસે એટલે 18મી જાન્યુઆરીના રોજ અંજલીએ યુવકને વિડીયો કોલીગ કરી પોતાના અને યુવકના કપડા કઢાવી લીધા હતા. અને વાતચીત દરમિયાન અંજલીએ યુવકનો અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો.
ત્યારબાદ અંજલી અને તેના સાગરીત રાજેન્દ્ર યોગી, અજય શર્માએ યુવકને અશ્લીલ વીડિયો સોશીયલ મીડીયામાં અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. અને યુવકને બ્લેક મેઈલ કરવાનું શરુ કર્યું હતું, અને અંજલિ નામની આ યુવતીએ ટૂકડે ટૂકડે ઍકાઉન્ટન્ટ પાસેથી ગુગલ પેથી કુલ રૂપિયા 33,050 પડાવી લીધા હતા. અંતે આ મામલે ઍકાઉન્ટન્ટ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઍકાઉન્ટન્ટની ફરિયાદ લઈ અંજલી શર્મા સહિત ત્રણ સામે ગુનો નોધી તપાસ શરુ કરી છે.