Mysamachar.in-સુરત
તસ્કરો પણ સુવિધાનો ઉપયોગ કરતા થયા છે, આ વાત એટલા માટે સાચી ઠરી કેમ કે સુરતમાં એવા તસ્કરો ઝડપાયા છે, જે ફ્લાઈટમાં સુરત આવતા અને બાદમાં ચોરીને અંજામ આપતા….શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘરફોડ ચોરીને અંજામ આપતા રીઢાચોરને ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે પકડી પાડયો છે. આરોપીએ 2014 થી 2021 સુધીમાં 30થી વધુ ચોરીઓને અંજામ આપ્યો છે. ચોરી કરવા માટે આરોપી ફલાઇટમાં સુરત આવતો હતો.
લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજુ શ્રીહરી દંડપાની બિસોઈ છેલ્લા 8 વર્ષમાં 30થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. વતન ઓરિસ્સા હોય તે સુરતથી ફ્લાઇટમાં ભુવનેશ્વર જતો રહેતો હતો. રીઢાચોર પાસેથી 6.24 લાખની રોકડ, વિદેશી ચલણી નોટો, સાડીઓ, લોખંડની હથોડી, જાળી કાપવાની કેચી, માસ્ક, લોખંડની નરાજ, આરી અને બાઇક મળી 8.92 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. અને સુરતમાં લીંબાયત વિસ્તારમાં રહેતો હતો. આરોપી વર્ષ 2014 થી જ આ ગુનામાં સક્રિય હતો. જોકે અહીં આશ્ચર્ય ચકિત કરી દે તેવી વાત એ છે કે આરોપી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે વિમાન મારફતે પોતાના વતન ઓરિસ્સાથી સુરત અવર-જવર કરતો હતો. તે રાત્રિ દરમિયાન શહેરની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ અત્યાર સુધીમાં સુરત શહેરમાં 30થી વધુ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હ જોકે પોલીસે ધરપકડ કરતાં તમામ ચોરીઓના ભેદ ઉકેલાઇ જવા પામ્યા છે.
આરોપી સાંજના અરસામાં પોતાના રૂમ પર જમીને પોતાની સાયકલ લઈને નીકળ્યા બાદ ચોરીના પૈસાથી ખરીદી કરેલી મોપેડ લઈને નીકળતો હતો અને સ્કૂલ બેગમાં મોઢા પર પહેરવાનું માસ્ક, હેન્ડ ગ્લોસ કમરમાં બાંધવા માટે સાડીનો ટુકડો સાથે જ અન્ય લોખંડના સાધનો રાખીને શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આંટાફેરા મારી રેકી કરતો હતો અને ત્યારબાદ સંચા મશીનના ખાતાના ઓટલા ઉપર આરામ કરતો હતો અને મોડી રાત્રે બંધ કારખાના તથા ગોડાઉનના પાછળના ભાગેથી લોખંડના દરવાજો જાડી તોડી અંદર પ્રવેશ કરતો હતો. અને ડ્રોવરના લોક તોડીને રોકડા રૂપિયા સહિતની ચીજવસ્તુઓની ચોરીની વારદાત ને અંજામ આપતો હોવાનું સામે આવે છે.