Mysamachar.in-સુરત
દારૂબંધી વચ્ચે દારૂ હેરફેર કરનાર કેટલાય લોકો દારૂની હેરફેર કરવાની અવનવી તરકીબો શોધી કાઢતા હોય છે, સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂની હેરાફરીનો એક કિસ્સો સામે આવ્યો જેને જોઇને ખુદ પોલીસ પણ એક તબક્કે અચંબામાં મુકાઈ જવા પામી હતી, આ તરકીબ એવી હતી કે યુવકે બાઈકને મોડીફાય કરી કચરાના બોક્સ બનાવ્યા હતાં. જેમાં કચરાની નીચે દારૂનો જથ્થો છૂપાવી રાખ્યો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી જેમાં પોલીસે યુવકને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેથી પોલીસે દારૂ અને બાઈક મળી કુલ 92 હજારની મત્તા કબ્જે કરી હતી. દારુ આપનાર અને દારૂ મંગાવનારા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોરી છુપીથી દારૂની હેરાફેરી પણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ક્રિષ્ના શ્યામલાલ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતાની બાઈકને મોડીફાય કરાવી હતી. જેમાં તેણે બાઈકની પાછળના ભાગે લોખંડની લોડીંગ કેરેજ ફીટીંગ કરાવેલું હતું. અને તેમાં બે પ્લાસ્ટિકની ગુણો મુકી દીધી હતી. અને તેમાં ઉપર કચરો, ખાલી બાટલી મૂકી દીધી હતી. અને નીચે દારુ છુપાવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી 40 હજારનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે તે બાઈક, દારૂ મળી કુલ 92 હજારની મત્તા કબ્જે કરી છે. પોલીસની પૂછપરછમાં તેને આ દારૂ દમણ ખાતેથી લાલુ નામના ઇસમે આપ્યો હોવાનું તેમજ આ દારૂ રાકેશ નામના ઇસમેં મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.