Mysamachar.in-તાપી:
શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા બોરકુવા ગામમાં આદર્શ આશ્રમ શાળાના આચાર્ય અન્ય એક કર્મચારી પાસેથી કામો કરાવવા બદલ 20 હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતા શિક્ષણજગતમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાં આદર્શ આશ્રમ શાળા બોરકુવામાં દમયંતીબેન માનજીભાઈ ચૌહાણ આચાર્યા (વર્ગ 3) તરીકે કાર્યરત છે. શાળાના અન્ય એક કર્મચારીને આચાર્યા હસ્તકનો એક કામ પડ્યું હતું, જેને લઇને આચાર્યા દમયંતીબેનએ લાંચ માગી હતી
કર્મચારી પાસે સાતમા અને પાંચમા પગારપંચના સ્ટિકર મેળવી અને ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ તૈયાર કરાવી અને સર્વિસબુક સ્કેન કરવા માટે 20,000 રૂપિયાની લાંચ માગી હતી. બીજી તરફ કર્મચારીએ લાંચ આપવાની મંજૂર ન હોય. તાપી જિલ્લા એસીબીનો સંપર્ક કરતા લાંચયા આચાર્યને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં વ્યારા ઉનાઇ રોડ પર પાણીની ટાંકી પાસે આચાર્ય દમયંતીબેન 20,000 રૂપિયા સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જે શિક્ષક 20,000 ની લાંચ લેતા ઝડપાયા તેનો માસિક પગાર 42 હજાર સુધી હોય.