Mysamachar.in-સુરત
રાજ્યના મેટ્રો સિટીમાં સ્પાને નામે સેક્સરેકેટ પર સુરત પોલીસે ઝુંબેશ વ્યાપક કરી છે, તેના ભાગરૂપે શહેરના પોશ વિસ્તાર વેસુ વીઆઇપી રોડ પર 2 શોપિંગ સેન્ટરોમાં ચાલતો દેહવ્યાપારના ધંધાનો મીસીંગ સેલે પર્દાફાશ કર્યો છે. સન આર્કેડ શોપિંગ સેન્ટરના કોકુન થાઈ સ્પામાં ડમી ગ્રાહક મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. સ્પામાં નોકરી કરતો શિષ્ટીધર અર્જુન મહાતો, ગ્રાહક રાજન ખનીજા સરેન્દ્ર પાલને પકડી પાડયા હતા. જયારે સ્પાના સંચાલક મલિક અને નિકુંજ વોન્ટેડ છે. આ સ્પામાંથી 3 યુવતીઓને મુક્ત કરાવી છે.
તો અન્ય એક સ્થળે એટલે કે વીઆઇપી રોડ પર વીઆઇપી હાઇટસમાં અરમાની અને તેરાત્મા સ્પામાંથી સંચાલક દિપ પ્રકાશ ડે ને પકડયો હતો. જયારે અરમાની સ્પાની સંચાલક કાજલ વોન્ટેડ છે. બન્ને સ્પામાંથી 10 ગ્રાહક ઝડપાયા હતા. જયારે 9 મહિલાને મુક્ત કરાવી હતી. ગ્રાહકોમાં રવિ પટેલ, દિપક પટેલ, શિષ્ટીઘર મહાતો, રાજન પાલ, દિપક ડે, ભીમ ગોસાઈ, કરણ શીરતુરે, હર્ષ શેઠીયા, ફેનીલ પટેલ, પ્રદ્યુમ્ન તિવારી, મોસીબુલ શેખ, ધનારામ મિસ્ત્રી અને આકાશ પટેલની ધરપકડ કરી હતી. ગ્રાહકમાં હર્ષ અને પ્રદ્યુમ્ન વિદ્યાર્થી અને રાજન વેપારી છે.
મુક્ત કરાયેલી 12માંથી 5 મુંબઈ, 3 પ.બંગાળ અને 4 મિઝોરમની યુવતી હતી. મિઝોરમની સુંદર યુવતીઓને સ્પા સંચાલકો થાઇ હોવાનું કહેતા હતા. તો પોતાના સ્પામાં પોલીસની રેઇડ ન પડે તે માટે આવનાર ગ્રાહક પાસે પાસવર્ડ કે કોઈની ઓળખ હોય તો એન્ટ્રી અપાતી હતી. બાકી અજાણ્યો વ્યકિત જાય તો અહીં ખોટા કામ થતા નથી એવુ કહી તેને કાઢી મુકવામાં આવતા હતા, આમ સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની અવિરત રેડો છતાં રંગીન મિજાજી લોકો ત્યાં જાય છે અને બાદમાં આબરૂ ગુમાવ્યાનો અહેસાસ કેટલાક કિસ્સાઓમાં કરે છે.