Mysamachar.in-સુરત
“જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી” આવી સુસાઈડ નોટ લખીને એક મહિલા PSIએ આપઘાત કરી અરેરાટી વ્યાપી જવા પામી છે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લીધો છે. જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. મહિલા પીએસઆઇએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પીએસઆઈ નાઈટ ડ્યુટીમાં ઈન્વેસ્ટીગેશન ટીમમાં હોય સવારે ફરજ પરથી ઘરે ફાલસાવાડી ખાતે તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં. આજે તેમની મેરેજ એનિવર્સરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે બજાવે છે. તેમને સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો પણ છે. મહિલા પીએસઆઈએ આપઘાત કરતા પહેલા છેલ્લે બાર વાગીને અઠ્ઠાવીસ મિનિટે વોટ્સ એપ ઉપયોગ કર્યો હતો. બાદમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
અનિતા જોશીના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે,”જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી”આવું લખીને તેમણે સુસાઇડ કરી લીધું હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.