Mysamachar.in-સુરત
પતિએ પોતાની પત્નીને ગળેટૂંપો આપી અને હત્યા કરી નાંખી હોવાનો ચકચારી બનાવ સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં રૂપિયા આપીને લગ્ન કરનાર યુવાન પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો અને પતિની હત્યાનો પ્રયાસ કરનાર પત્નીને પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી પતિ ફારાર થઈ ગયો હતો. સુરતના પુણા ગામ ખાતે આવેલી ભક્તિ નગર ખાતે એક મકાન ટેરેસ પર એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.જોકે પોલીસને જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી જેણે આ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં છેલ્લા છ મહિલાથી રહેતા પરિવારનો યુવાન રાજસ્થાનનો વતની હતો અને મરનાર મહિલા મધ્યપ્રદેશની વતની હતી.
યુવાનના લગ્ન ન થતા તેને રૂપિયા 3 લાખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા હતા અને સુરત ખાતે આવીને રહેતા હતા જોકે લગ્નના થોડા દિવસ બાદ પત્ની સતત પતિને ત્રાસ આપવા સાથે હેરાન કરતી હતી અને પતિને પોતાની નજીક આવવા દેતી નહોતી જેને લઈને સતત પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા. જોકે એક બે દિવસ પહેલા પત્નીએ પતિને મારી નાખવાની કોશિષ કરી હતી જેને લઈને પત્નીના ત્રાસથી કંટાળીને ગતરોજ સવારે પત્નીને પોતાના મકાન ઢાબ પર લઈએ ગયો હતો અને દોરી વડે પત્નીને ટૂંપો આપી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે તપાસ કરતા આરોપીના ઘરમાંથી પત્નીની હત્યા કેમ અને શા માટે કરી છે તે એક ચિઠ્ઠીમાં લખીને ગયો હતો તે ચિઠ્ઠી પોલીસ ને મળતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ને પકડ પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.