Mysamachar.in-સુરત
આપણે ત્યાં સમાજ જીવનમાં સામાન્ય રીતે પતિના ત્રાસના કારણે કે સાસરિયાઓના ત્રાસથી પરિણીતા આત્મહત્યા કરવા જેવું પગલું ભરતી હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે, પણ સુરતના અડાજણમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીના ત્રાસના કારણે પતિએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે, વધુમાં યુવકે આત્મહત્યા કરતા પહેલા પત્નીને જવાબદાર ઠેરવીને દિવાલ ઉપર હિન્દીમાં લખાણ લખ્યું હતું. જેમાં યુવકે પોતાના મોત માટે પત્ની જવાબદાર હોવાનું ગણાવ્યું હતું.
સુરતના અડાજણ વિસ્તાર આવેલ પાલનપુર જકાતનાકા સરોજીની નાયડુ શાક માર્કેટ પાસે અક્ષરદિપ ઍપાર્ટમેન્ટમાં રહેતા યાજ્ઞીક દિપકભાઈ ખલાસી પોતાના બેડરૂમમાં છતના હુક સાથે નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપધાત કર્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા પાડોસીએ આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ બનાવની જગ્યા પર આવીને તપાસ આરંભી હતી. જેમાં મારનાર યુવાને પોતાની બેડરૂમમાં દીવાલ પર લખ્યું હતું કે મારી મોતનું કારણ ધર્મિષ્ઠા છે એટલે કે તેની પત્ની છે, પ્રાથમિક એવું પણ સામે આવ્યું કે યાજ્ઞિક હજીરાની કંપનીમાં નોકરી કરતો હતો તેને સંતાનમાં એક પુત્રી છે. જોકે તેના મોબાઇલમાં સ્ટેટસ પર જિંદગી બાય બાય લખેલું મૂક્યું હતું આ અંગે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.