Mysamachar.in-સુરત
થોડા દિવસ પૂર્વે જ સુરતમાં અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા વેચાણ કરનાર વેપારીઓ પર CID ક્રાઈમે તવાઈ બોલાવી હતી, ત્યાં જ હવે બ્રાન્ડેડ કંપનીના નકલી બુટ ચપ્પલ વેચાણ કરનાર વેપારીને ત્યાં CID ક્રાઈમે દરોડા પાડી લાખોનો મુદામાલ જપ્ત કર્યો છે, આજના સમયમાં કેટલાય લોકોને બ્રાન્ડેડ ચીજવસ્તુઓ વાપરવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે અમુક એવામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સુરતનાં વેડરોડ વિસ્તારમાં આવેલા બે વેપારીને ત્યાં દરોડા પાડીને નાઈકી કંપનીના શૂઝ સાથે તેને પેકિંગ કરવાનો સમાન મળી 71 લાખનો મુદામાલ કબજે કરી બે લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કોપીરાઈટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
અડાજણ ખાતે આવેલા ગાર્ડન સોસાયટી, શાલીમાર સોસાયટીની બાજુમાં રઇસ અહમદ મોતીવાલા વેડરોડ ખાતે ફટાકડાવાળીમાં, પ્લોટ નં 4 માં આવેલ “નવ શકિત ફેશન” નામની દુકાન ધરાવે છે જોકે પોલીસે દરોડા પાડ્યા ત્યારે તેમની ત્યાંથી NIKE કંપનીના ડુપ્લીકેટ બુટ, ચંપલ (સ્લીપર) સાથે મળી કુલ રૂ.36,18,500/- નો મુદામાલ તથા આરોપીના પાસેથી મળી આવેલ ધંધાના ઉપયોગમાં લીધેલ વિવિધ ચીજવસ્તુઓ સ્ટેશનરી આઈટમ મળી 10,84,500/- સાથે કુલ મુદામાલ કિ.રૂ.49,77,540/- ના મુદામાલ સાથે વેપાર ધંધો કરતા હોય કોપીરાઇટ એકટનો ભંગ કરેલ હોવાને લઇને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે બીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને વેડ રોડ ઉપર, ફટાકડાવાળીમાં, પ્લોટ-નં1 માં ભોયતળીયે આવેલ દુકાનના માલિક સાહીલ ઇરફાન શેખ પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે ત્યાંથી પણ પોલીસને NIKE કંપનીના ડુપ્લીકેટ બુટના કુલ રૂ.21,82,500/- નો મુદામાલ તથા આરોપીના પાસેથી મળી અન્ય સમાન મળી પોલીસે 21.95 લાખનો મુદામાલ કબજે કર્યો બંને જગ્યા પર દરોડા પાડીને પોલીસે 71.73 લાખનો મુદામાલ કબજે કર આ બંને વિરુદ્ધ કોપીરાઈટ એક્ટનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આમ બ્રાન્ડેડ પહેરવાના શોખીનો માટે આ સમાચાર ચોંકવનાર પણ છે.