Mysamachar.in-સુરત
આમ તો જેલોમાં મોબાઈલ, પાનબીડી, તમાકુ સહિતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે, પરંતુ છતાં પણ સ્ટાફની મિલીભગત કે બીજા કોઈ કારણોથી જેલોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે, એવામાં સુરત શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં જેલ વિજીલન્સ સ્કોર્ડએ દરોડા પાડ્યા હતા અને બેરેકના ટોયલેટ અને ચોકડીમાં છુપાવેલો એક સીમકાર્ડ અને બે મોબાઇલ છુપાવેલી હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર મામલે સચિન પોલીસે લાજપોર મધ્યસ્થ જેલ રાજ્યની અત્યંત આદ્યુનિક જેલ ગણાય છે.
પરંતુ જેલમાં કેદ કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. ચેકિંગ દરમિયાન જેલના યાર્ડ નં. બી 8 ની બેરેક નં. 2માં ટોયલેટની સામે ચોક્ડીના પ્લાસ્ટિકના નળના ઉપરના ભાગે કવરમાં છુપાવેલો સીમ કાર્ડ અને યાર્ડ નં. એ 12 ની બેરેક નં. 5 માં ટોયલેટ ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા આ મામલે જેલ સ્કવોડે સ્થાનિક પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવાયો છે.