Mysamachar.in-સુરત
કચ્છ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોરના સમયે ભૂકંપના આંચકાઓનો અનુભવ લોકોએ કર્યો છે, સુરત ગ્રામ્ય પંથકો જેવા કે માંગરોળ, માંડવી,બારડોલી ,ઓલપાડ સહિત તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા તો બીજી તરફ ભરૂચમાં પણ કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાઓનો અનુભવ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચ પાસે નીકળ્યું.. તીવ્રતા 4.2 નોંધાઇ હોવાનું જાણવા મળે છે.