Mysamachar.in-સુરત:
દિવાળી જેમ જેમ નજીક આવશે તેમ તેમજ બજારોમાં લોકો વિવિધ ચીજવસ્તુઓ લેવા માટે નીકળશે, તેમાં પણ કપડા તો દરેક લોકો દિવાળીના તહેવારો નિમિતે નવા ખરીદ કરે જ છે, એવામાં કેટલાય લોકો છે કે જે બ્રાન્ડેડ કપડા પહેરવાના શોખીન હોય છે, પછી ભાવ ભલે ગમે તેટલો હોય…પરંતુ તમે પૈસા આપી ને જે બ્રાંડ જોઇને કપડા ખરીદો છો તે ખરેખર તે બ્રાંડના જ કપડા છે કે પછી નકલી તેવું જાણવાનો પ્રયાસ કરવો પણ એટલા માટે જરૂરી છે કે કારણ કે નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ કપડાનું મસમોટા કૌભાંડનો પર્દાફાશ સુરતમાં થયો છે,
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સીઆઇડી ક્રાઇમએ દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ટી – શર્ટ, ટ્રેક તથા શોર્ટ સુરતમાં વેપારી લાવીને લોકોને વેચી રહ્યા છે. જ્યાં પોલીસે દરોડા પડી 1.22 કરોડ મુદ્દામાલ ઝડપી પડ્યો છે. દિવાળી આવતાની સાથે બ્રાન્ડેડ સામાની મેગ વધતા વેપારી આ સમયે રોકડી કરવા માટે બ્રાન્ડેડ સામાની માંગ સામે નકલી સમાન વેચીને મોટા પ્રમાણમાં નફો કરતા હોય છે, મોટા વરાછામાં તાપી આર્કેડના ત્રીજા માળે ચાર દુકાનો 34 હજારના માસિક ભાડા પર લઈ બહારથી બોર્ડ માર્યું કે આ ઓફિસ બંધ છે.
જ્યારે આ દુકાનોમાં CIDના સ્ટાફે શુક્રવારે દરવાજો ખખડાવતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો. CIDએ દરોડો પાડતા દુકાનોમાં અંદર કપડાનું ગોડાઉન હતું. જેમાં 17 બ્રાન્ડેડ કંપની એડીડાસ, લેવી, કેલ્વીન ક્લેઇન, રીબોક, એલિયન સોલી, ટોમી હિલફિંગર, બીઇંગ હ્યુમન, વર્સાચે, પુમા, એલપી, બર્બેરી, ઝારા, લાકોસ્ટે, એમ્પીનો, એબરક્રોમ્બી એન્ડ ફિચ, એલન સોલી અને એમ્પીનો અરમાનીનો 1 કરોડથી વધુનો ડુપ્લિકેટ રેડિમેઈડ ગારમેન્ટનો માલ મળી આવ્યો હતો.
સીઆઈડી ક્રાઇમે આરોપીઓ સામે કોપીરાઇટનો ગુનો નોંધ્યો છે. મુખ્ય સૂત્રધાર હિતેશ સિહોર અને 10 ભાગીદારો સહિત 12 શખ્સોની ધરપકડ કરી છે. એ સાથે જ તામિલનાડુના સંતોષકુમારને વોન્ટેડ જાહેર કરાયો છે. સીઆઈડી ક્રાઇમે 1.09 કરોડનો ડુપ્લીકેટ કપડા, રોકડા 11.51 લાખ મળી કુલ 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા તામિલનાડુથી સંતોષકુમાર પાસેથી મંગાવાતો હતો. સંતોષકુમારને હિતેશ સિહોર વોટસએપ કરી માલ મંગાવતો હતો અને તેના બેંક ખાતામાં રૂપિયા નાખી દેતો હતો.આમ બ્રાંડ જોઈ કપડા પહેરવાના શોખીનો પૈસા તો આપે છે પણ માલ અસલી છે કે નકલી તેની પરખ હોતી નથી અને આ રીતે છેતરપીંડીનો ભોગ બને છે.