Mysamachar.in-સુરત
આપણે ત્યાં કહેવાય છે આંખ હટી અને દુર્ઘટના ઘટી…જો જરાક નજરચૂક થઇ જાય તો તમને બનાવનાર ગઠિયાઓ તૈયાર જ બેઠા છે, આવો જ એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં અડાજણ ગામ આહુરાનગર શોપિંગ સેન્ટરમાં આવેલા ટી.વી.ઍસ પાવરવીગ બાઈક પ્રા.લીના શો રૂમમાં બાઈક ખરીદવાને બહાને આવેલો અજાણ્યો રૂપિયા 1.24 લાખની બાઈક ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈને રફુચક્કર થઈ જતા પોલીસની મહેનતમાં વધારો થયો છે,
ઓલપાડ રોડ જહાંગીરપુરા શ્રીધર સોસાયટીમાં રહેતા અંકિત સંતીષભાઈ પટેલ અ઼ડાજણ ગામ સર્કલ પાસે આહુરાનગર શોપીંગ સેન્ટરમાં આવેલ ટી.વી.ઍસ પાવરવીંગ બાઈક પ્રા.લીમાં છેલ્લા આઠેક મહિનાથી સેલ્સ ઍક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. અંકિત ગત તા 24ના રોજ નોકરી ઉપર હતો તે વખતે સાંજે સાતેક વાગ્યાના આરસામાં સફેક કલરનો શર્ટ અને બ્લ્યુ કલરન જીન્સ પેન્ટ પહીરને આસરે ૨૫થી 28 વર્ષનો યુવક આવ્યો હતો.
આવેલ શખ્સે અંકિતને ગાડી મને ગમે છે તેને સ્ટાર્ટ કરી બતાવો અવાજ કેવો આવે છે તે મારે જાવુ છે અને મારે નજીકના ત્રણ ચાર દિવસમાં કેસ પેમેન્ટ કરીને લેવી છે તેમ કહી ટેસ્ટ ડ્રાઈવ કરવી છે મોટર સાયકલની ચાવી માંગી હતી તેથી અંકિતે તેને ચાવી આપી હતી.
બીજા ગ્રાહકોને ગાડીની ડીલીવરી કરવાની હોવાથી કામમાં વ્યસ્ત થઈ ગયો હતો તે દરમિયાન અજાણ્યાઍ હું ટેસ્ટ ડ્રાઈવ કરીને આવું છું કહી ગાડી સ્ટાર્ટ કરી લઈ ગયો હતો. અને ત્યારબાદ પરત ગાડી આપવા આવ્યો ન હતો. જે બાદ અંકિતને ખ્યાલ આવી ગયો કે અજાણ્યો ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈને નાસી જઈ છેતરપિંડી કરી છે. જે બાદ આ અંગે શોરૂમ માલિક સાથે ચર્ચાઓ બાદ આ અંગેની ફરિયાદ નોંધાવતા હવે પોલીસે આ શખ્સ કોણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.