Mysamachar.in-સુરત
રાજ્યમાં સ્વરૂપવાન યુવતીઓ તેના મળતિયાઓ સાથે મળી પુરુષો અને ખાસ કરીને વેપારીઓને ફસાવી તેની પાસેથી નાણા ખંખેરે છે, અને આવા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, રાજ્યના મેટ્રોસીટી સુરતમાં વધુ એક હનીટ્રેપની ફરિયાદ થઇ છે, જેમાં પુણા વિસ્તારમાં લેસ પટ્ટીનો વેપારી હની ટ્રેપની ટોળકીનો શિકાર બન્યો છે, હનીટ્રેપની જાળમાં ફસાવનાર મહિલાએ તેના નકલી પોલીસ સાથીઓ સાથે મળી વેપારીને હનીટ્રેપ માં ફસાવી નાણા ખંખેરવાનો સિલસિલો ચાલુ કરતા વેપારીને ફસાવ્યા બાદ તેનું અપહરણ કરી પડાવ્યા 1.58 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે, આ મામલે પુણા પોલીસે બે નકલી પોલીસને ઝડપી મહિલા ની શોધખોળ આદરી છે.