Mysamachar.in-સુરત
સુરતમાં સામાન્ય બાબતમાં તકરાર થઇ અને ભાઈએ મિત્ર સાથે મળીને ભાઈની જ હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે, જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ બન્ને હત્યારાઓને ઝડપી પાડ્યા છે, જો કે આ ઘટનામાં ભાઈનો વાંક એટલો હતો કે તેણે નાના ભાઈના ટિફિનમાંથી મનપસંદ જમવાની વાનગી ખાઈ લીધી હતી, સુરતના કતારગામ નંદુડોશીની વાડી પાસે ત્રણ ભાઈ હીરાની ઘંટી પર હીરા ઘસીને ત્યાં જ રહેતા હતા. દરમિયાન મોટા ભાઈએ લોજમાંથી આવેલું ટિફિન ખોલી તેમા રહેલી તેની પસંદગીની વાનગી ખાઈ લીધી હતી અને રોજની જેમ તે કારખાનામાં બેસી ગયો હતો.
ત્યારબાદ તેનો નાનો ભાઈ અને મિત્ર બહારથી કારખાનામાં આવ્યા અને ખાવા માટે ટિફિન ખોલ્યું તો એક ટીફીનમાં ડબ્બો ખુલ્લો હતો. બસ આટલું જોઈ નાના ભાઈએ મોટા ભાઈ પર ગુસ્સો કર્યો અને કહ્યું હતું કે, ‘તું રોજ મારા ટિફિનમાંથી કેમ સારી સારી વાનગી ખાઈ જાઈ છે બસ આટલું કહે છે અને તેના સાથે મિત્ર પણ કહે છે કે હા… આજ રોજ ટીફીનમાંથી સારૂં ખાવાનું ખાઈ જાઈ છે આવું કહી ઝઘડો થયો હતો અને જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતા એક બીજાને માર મારવા લાગ્યા હતા, જયાં મોટા ભાઈને ગંભીર રીતે માર મારતા તે હીરા ઘસવાની ઘંટી પર પડે છે અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં ભાઈનું મોત થયું છે તેવી જાણ તો ત્યારે થઈ જ્યારે તેનો અન્ય એક ભાઈ તેમની સાથે રહેતો હતો. રાત્રિ દરિમયાન તેનો મોટો ભાઈ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેને ભાઈ ઉંઘી ગયો છે તેમ સમજીને તેને ઊંઘે માથે ઉઘાડવાની કોશિશ કરી હતી, પણ ભાઈ કઈ જ બોલતો નથી. ત્યારે આખરે 108ને કોલ કરવામાં આવે છે, જ્યાં 108 મૃતકની તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોઈ તેવું જણાવ્યું હતું. આ ઘટના બાદ કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે તાત્કાલિક પહોંચીને બને ભાઈઓની પૂછપરછ હાથ ધરી હતી. જ્યાં એક ભાઈએ કબૂલી લીધું હતું કે હા તેઓના ઝગડામાં મારને લઈ તેનું મોત થયું છે. પોલીસે આરોપીની કબૂલાતના આધારે બને હત્યારાની ધરપકડ કરી લીધી. હાલ તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.