Mysamachar.in-સુરત
આપણે ત્યાં લાકડીયો તાર કેટલીય વખત ફરતો જોવા મળે છે, એટલે કે કોઈ એક વાત કરતુ હોય તો તે સાચી માની બધા લોકો તેની પાછળ આંધળી દોટ લગાવે છે, અને રાજ્યમાં આવી અનેક વખત ઘટનાઓ સામે આવી છે, જેણે સાંભળીને કે વાંચીને આપણને ચોક્કસ નવાઈ લાગે છે. અહી વાત સુરતની થઇ રહી છે, સુરતના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા પડ્યા હોવાની વાત સામે આવી હતી. મોડી રાતે સિક્કા વીણવા માટે લોકોની રીતસરની ભીડ જામી હતી. બીજી બાજુ સિક્કા અંગે હાલ તપાસનો વિષય બન્યો છે.
સોનાના સિક્કા મળ્યાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. અડધી રાત્રે લોકોએ સોનાના સિક્કા વીણવા રીતસરની દોડ લગાવી હોવાની તેમજ આખી રાત લોકોએ સોનાના સિક્કા રસ્તા પર શોધ્યા હોવાની અફવા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સચોટ જાણકારી કે પૂરાવા મળ્યા નથી. સુરતમાં રાત્રિ દરમ્યાન આ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સિક્કા સોનાના છે કે અન્ય ધાતુના તે પણ તપાસનો વિષય બન્યો છે.