Mysamachar.in-સુરત
આપને ત્યાં પતિ પત્ની ઓંર વો ના કિસ્સાઓ તો કેટલીય વખત સામે આવતા હોય છે, પણ રાજ્યના મેટ્રોસીટી સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જે સુરત શહેરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં વોનું પાત્ર એક કિન્નર છે, અને તેના કારણે પત્નીને ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ સુધી મામલો પહોચ્યો છે, વાત અહી રાજ્યના મેટ્રોસીટી સુરતની છે, અહી સલાબટ પુરા વિસ્તારમાં વસવાટ કરતા અને રીક્ષા ચલાવતા એક વ્યક્તિને કિન્નર સાથે એવો તો પ્રેમ સબંધ બંધાયો કે તેની પત્ની સામે જ તે કિન્નર સાથે શારીરિક સબંધો બાધવા લાગ્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,
થોડા સમય પૂર્વે રીક્ષા ચલાવતા યુવકે પરિવારની ઈચ્છાથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ મહિલાનો પતિ અને પરિવાર આ સ્વરૂપવાન આ યુવતીને સારી રીતે રાખતા હતા. તેનો પતિ રિક્ષા ચલાક હોવાથી કિન્નરોને લઈને શહેરમાં ફરતો હતો. આ દરમિયાન થોડા સમય પહેલાં રિક્ષાચાલક પતિની આંખ એક કિન્નર સાથે મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રિક્ષા ચાલક પતિ એ પોતાની સુંદર પત્નીને સમય આપવાને બદલે જે કિન્નરના પ્રેમમાં પડ્યો હતો તેને વધુ સમય આપવા લાગ્યો હતો, અને હા હદ તો ત્યારે થઇ ગઈ જયારે રિક્ષાચાલક પતિ પોતાની પત્નીની સામે જ આ કિન્નર સાથે ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો.
ત્યારે આવું જોઈ સ્વાભાવિક પત્ની વિરોધ કરે અને આ કિસ્સામાં પણ પત્નીએ આ બાબતનો વિરોધ કરતાં પતિ અને સાસરિયાઓ તેના પર સિતમ ગુજારવા લાગ્યા હતા થોડો સમય તો આ બધું જ યુવતીએ સહન કર્યું પણ સહનશીલતાની હદ પૂર્ણ થઇ જતા પોતા પર સતત માનસિક ત્રાસ આપનાર પતિ અને સાસરિયાઓ સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા આ સમગ્ર કિસ્સો ઉજાગર થયો છે અને પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.