Mysamachar.in-સુરત
રાજ્યમાં અવારનવાર પોતાનો રોફ જમાવવા અને વ્યક્તિગત સ્વાર્થ સંતોષવા માટે શાતિરો સક્રિય થતાં રહે છે. એવામાં સુરતમાં બે ડુપ્લીકેટ પોલીસો ઝડપાયા છે. એ બંને બહુ સિફતથી જૂઠ્ઠા બની અને રોફ જમાવતા હતા. વાત છે રાજ્યના સુરત શહેરના ઈચ્છાપુરમાં આ ઘટના સામે આવી છે, જ્યાં બે શાતિરો પોતાના અંગત સ્વાર્થને સંતોષવા અને રોફ જમાવવાના હેતુથી પોલીસનો સ્વાંગ રચીને સહજતાથી ફરતાં હતા. એટલું જ નહીં તેમાં તેઓ ₹ 1000ની વેપારીઓ પાસેથી વસુલાત કરતાં. તેમજ જમણવાર કરવાનો છે એવાં બહાના હેઠળ લોકોને પોતે પહેરેલી વર્દીનો ડર બતાવીને લોકો પાસે પૈસાની ઉઘરાણી પણ કરતાં હતા.
એક કાપડના વેપારીને શંકા જતાં તેણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. સાચી પોલીસે આ નકલી પોલીસને પકડવા એક નાનું સ્ટીંગ ઑપરેશન કરીને તેને ઝડપી લીધી છે. આ રીતે વર્દીનો ગેરઉપયોગ કરતાં આવા શખ્સોની સુરતની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી તેનો પર્દાફાશ કર્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.