Mysamachar.in-સુરત
સામાન્ય રીતે આપણે ત્યાં કોઈને પોલીસ ફરિયાદ નોંધાવવી હોય તો પણ કેટલાક કિસ્સાઓમાં ભારે કઠીન બની જતું હોય છે, પોલીસ ફરિયાદ લે ના લે…મોડી લે….એવામાં રાજ્યના સુરત શહેરના સરથાણા પોલીસ મથકે એક અજબ ગજબની ફરિયાદ નોંધાઈ છે. જે એક વખતતો ચોક્કસથી આશ્ચર્ય અપાવે તેવી છે. આપણને એમ થાય કે શું આવી ફરિયાદ પણ હોય શકે? સુરતમાં ગયા અઠવાડિયે સહજાનંદ બિઝનેસ હબમાં બહાર રાખેલ કાચના પાર્ટિસન પાસે મૂકેલું માત્ર 150 રૂપિયાના ઝાડુંની ચોરીની ફરિયાદ જનકભાઈ ભાલાળા નામના વ્યક્તિએ નોંધાવી છે.
વધુ આશ્ચર્ય તો ત્યારે થયા કે આ ઝાડું દુકાનની બહારથી કોઈ ઈસમ ચોરી ગયાનું સી.સી. ટી.વી. ફુટેજ પણ ફરિયાદીએ પોલીસને આપ્યું છે. તેનાં આધારે ફરિયાદ પોલીસમથકમાં લેવાઈ છે. આ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. આ પ્રકારે જ ફરિયાદો નોંધાય.. તેમજ તેનું સારી અને સાચી રીતે સમાધાન કે ન્યાય મળે તે માટે લોકો પોતાના ચંપલ ઘસી નાંખતા હોય છે.