Mysamachar.in-સુરત
બે દિવસ પૂર્વે રાજ્યના સુરત શહેરમાં એક મકાનમાંથી થાઈલેન્ડની યુવતી જે સ્પામાં કામ કરતી હતી તેનો મૃતદેહ સળગેલી હાલતમાં તેના જ ઘરમાંથી મળી આવ્યા બાદ રહસ્યના તાણાવાણા હજુ પણ યથાવત છે, ત્યારે યુવતીના મોત મામલે સુરત પોલીસે sit ની રચના કરી છે. Dcp વિધિ ચૌધરીના વડપણ હેઠળ આ કેસની તપાસ હવે sit કરશે.. સુરત શહેરમાં ગત રવિવારે વનિતા બુસોર્ન નામની થાઈ યુવતીનો સળગી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે લગ અલગ થીયરી રજૂ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત થયાનું નોંધી વિશેષ તપાસ શરુ કરી છે, પોલીસની કહેવું છે કે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી.
જ્યારે આ મામલે ફૉરેન્સિક નિષ્ણાતોનું કહેવું છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે તપાસનો રેલો તાપી જિલ્લાના અંકુર નામના એક યુવક સુધી પહોંચ્યો છે. અંકુર વનિતાનો બોયફ્રેન્ડ હોવાની માહિતી મળી છે. બીજી તરફ થાઈ યુવતી સાથે રહેતી ચાર યુવતી શંકાના ઘેરામાં આવી છે. આ ઉપરાંત મરનાર યુવતીનો મોબાઇલ ફોન હજી સુધી મળી આવ્યો નથી. મૃતક થાયલેન્ડની યુવતીએ છેલ્લે તેના પતિ સાથે વાત કરી હતી, અને થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી યુવતી સુરતમાં જુદા જુદા સ્પામાં નોકરી કરતી હતી હવે સ્પામાં કામ કરતી યુવતીની હત્યા થઇ કે પછી અકસ્માતે મોત તેનો નિષ્કર્ષ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.