Mysamachar.in-સુરત
જેલમાં મોબાઈલ ફોનનો વપરાશ પ્રતિબંધિત છે, છતાં પણ જેને અંદર મોબાઈલ ઘુસાડવો જ છે, તે કોઈપણ તરકીબ અજમાવીને મોબાઈલ અંદર ઘુસાડી જ દે છે, પરંતુ સુરતમાં તો એક એવો વિચિત્ર કિસ્સો મોબાઈલ જેલમાં ઘુસાડવા માટે સામે આવ્યો છે, જે ચોંકાવનારો છે, જો કે જેલમાં મોબાઈલ ઘૂસે તે પહેલા જ તે પોલીસને હાથ લાગ્યો છે, સુરતના રીંગરોડ સ્થિત સુરત સીટી ભજીયા વેચાણ કેન્દ્ર પર કામ કરતા લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી અંડરવેરમાં સેલોટેપ ચોંટાડી ચાર મોબાઇલ અને પંઢરપુરી ઘુસાડતા રંગેહાથ ઝડપાય જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીંગરોડ સ્થિત સુરત સીટી જેલ ભજીયા વેચાણ કેન્દ્ર ખાતે પાકા કામના કેદી આકાશ છનાભાઇ રાઠોડ ગત સાંજે રાબેતા મુજબ ભજીયા વેચાણ કેન્દ્ર પરથી પરત આવ્યો હતો. આકાશ જેલના મેઇન ગેટથી અંદર પ્રવેશી રહ્યો હતો ત્યારે જડતી સિપાઇને શંકા જતા તેને અટકાવ્યો હતો અને તુરંત જ જેલના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ અંગ ઝડતી કરવામાં આવતા આકાશે અંડરવેરમાં પ્લાસ્ટીકમાં પેક કરી સેલોટેપ લગાવી પોટલુ બનાવી તેમાં છુપાવીને 2 સેમસંગ અને 2 નોકીયા કંપનીના મળી ચાર મોબાઇલ ફોન અને પંઢરપુરીના 15 નંગ પેકેટ મળી આવ્યા હતા. જે બાદ આકાશની પુછપરછ કરતા જેલમાં કેદ રાહુલ ઉર્ફે સેન્ડી ઉદયચંદ ઝા એ પૈસા આપવાની લાલચ આપી મંગાવ્યા હોવાનું સામે આવતા આ મામલે સચિન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે,