Mysamachar.in-સુરત:
આજનો જમાનો સોશ્યલ મીડિયાનો જમાનો છે, અને સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ થકી યુવકો અને યુવતીઓ એકબીજાના સંપર્કમાં આસાનીથી આવી જાય છે, અને એકબીજા પર આંધળો વિશ્વાસ પણ મૂકી દે છે, એવામાં આવો વિશ્વાસ કયારેક મુશીબત નોતરી શકે છે, અહી સુરતની ઘટના વિશેની વાત શરુ થવા જી રહી છે, સુરતના અડાજણ વિસ્તારની એક મહિલાને ફેસબુકના માધ્યમથી અમદાવાદનાં એક યુવાન સાથે મિત્રતા થઇ હતી. બંન્ને વચ્ચે ધનિષ્ટ મિત્રતા બાદ સંબંધો બંધાયા હતા. ત્યાર બાદ મહિલાએ યુવાન વિરુદ્ધ લગ્નની લાલચ આપી પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે.
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી અને બે બાળકોનીમાં તેવી મહિલાએ અમદાવાદના પાલડી વાસણાના અધ્યાય સોની સાથે ફેસબુકમાં મિત્રતા બંધાઇ હતી. ત્યાર બાદ ધીરે ધીરે બંન્ને વચ્ચે સંબંધો ગાઢ થયા હતા. સોની પણ બે છોકરાના પિતા હતા અને પોતાનાં મિત્રને મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. મહિલા પણ લગ્ન માટે તૈયાર થઇ હતી. જુન મહિનામાં અધ્યાય સોની અમદાવાદથી મહિલાને મળવા માટે સુરત આવ્યો અને એક હોટલમાં રૂમ ભાડે લીધો હતો.અહીં બંન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા. અધ્યાયે બંન્નેની અંગત પળના વીડિયો અને તસ્વીરો પણ લીધી હતી. આ ફોટાની માહિતી અધ્યાયની પત્નીને થતા તેણે સુરતની મહિલાના પતિને તમામ તસ્વીરો મોકલી આપી હતી. જેથી પતિએ સુરતની મહિલાને કાઢી મુકી હતી. આ બનાવ સંદર્ભે ખટોદરા પોલીસ મથકે બે છોકરાની માતાએ અમદાવાદના અધ્યાય સોની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.