Mysamachar.in-સુરત
સુરતમાં સ્પામાં ઘૂસી જઈને રોકડ તેમજ મોબાઇલ, દાગીના લૂંટી લેવાની બે ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે, બે દિવસ પહેલા સુરતના વેસુ વીઆઈપી રોડ પરના એક શોપિંગ સેન્ટરમાં આવેલા સ્પામાં છરીની અણીએ લૂંટ ચલાવવાની ઘટના બની હતી. તેની ગણતરીની કલાકો બાદ મોડી સાંજે પરવત પાટીયા કિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યૂ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં ત્રાટકેલા ત્રણ લૂંટારૂઓએ સ્પાના સંચાલક અને તેના માણસને છરો બતાવીને 9,100 રૂપિયા લૂંટી લીધા હતા. આ બન્ને ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે કુલ ચાર આરોપીની ઓળખ કરી હતી.
આ લુંટને અંજામ આપનારમાં ના એક ને ઉંમરા લિંબાયત પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.લૂંટ બાદ ત્રણેય યુવકો ‘તીન દીન કે બાદ હમ વાપસ આંયેગે. હપ્તા તૈયાર રખના, નહીં તો અપની જાન ખો બેઠોંગે’ ધમકી આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને ઘટનાના સીસીટીવીની મદદથી આરોપીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. જે બાદમમાં સુરતમાં સ્પા-મસાજ પાર્લરમાં લૂંટફાટ કરતી ટોળકી સક્રિય થઇ હોવાની ચર્ચા થવા માંડી હતી.પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે લૂંટ કરતા યુવાને વેસુમાં જે ટી-શર્ટ પહેર્યું હતું તે જ ટી-શર્ટ પુણેમાં લૂંટ વખતે પહેર્યું હતું. બંને લૂંટમાં આરોપી એક જ હોવાનું સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી. આ મામાલે પોલીસે પહેલા એક યુવકની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. તેની પાસેથી મળેલી જાણકારી બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ યુવકોને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.