Mysamachar.in-સુરત
સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા રૂંગટા શોપીંગ સેન્ટરમાં ચાર ઈસમોએ લૂંટ ચલાવ્યાની ઘટના cctvમાં કેદ થઇ જવા પામી છે, જીમી સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ઘુસીને ચારેય ઈસમોએ ચપ્પુની અણીએ મહિલાને બાનમાં લીધા બાદ મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા છે. કુલ મુદ્દામાલ મળી 28 હજારની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા છે. આ અંગે સ્પાના સંચાલક મહિલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે માસ્ક પહેરીને આવેલા ચાર ઈમસોની CCTVના આધારે તપાસ શરૂ કરી છે. ન્યૂ જીમી સ્પાના સંચાલક મધુ રામાનુજ જયસ્વાલ સ્પા આવેલું છે. તેઓ સ્પામાં એકલા હતા તે દરમિયાન ચાર લૂંટારૂઓ ઘુસી ગયા અને સ્પામાં થયેલી સમગ્ર લૂંટ અગાઉ રેકી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.