Mysamachar.in-સુરત
સુરતના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બૂટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા શખ્સોએ ચાકૂ અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હુમલા કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મળતી વિગતો પ્રમાણે ડીંડોલી વિસ્તારના ભીમનગરમાં ગઈકાલે રાત્રે એક હત્યા થઈ હતી. વિસ્તારમાં વર્ષોથી ગેરકાયેદસર દારૂનો વેપલો કરતા કાળું નામના બૂટલગેરને કેટલાક ઇસમોએ તીક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. પોલીસની તપાસમાં અજ્જુ નામના બૂટલેગરે સાગરિતો સાથે કાળુંની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મળેલા CCTV ફૂટેજ મુજબ કાળુ પોતાની કારમાંથી ઉતરવા જતો હતો ત્યારે 10 શખ્સોના ટોળાએ ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. કાળું દોડીને ઘરમાં ભાગવા ગયો ત્યારે પણ તેના પર હુમલો શરૂ રહ્યો હતો.હત્યાના મામલે પોલીસે બનાવના સ્થળે જઈ તપાસ કરતા વિચલિત કરતા સીસીટીવી સામે આવ્યા હતા.