Mysamachar.in-સુરત
સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ અનલોકની છુટને લઇને પોતાના ઘરનું લોક નહિ મારવું એક તબીબને ભારે પડ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં નરેશભાઈ વડસક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. ત્યારે ગઈકાલે તેવો પોતાના નિત્યક્રમ મુજબ 8:30 વાગ્યે ક્લિનિક ઉપર ગયા હતા અને બપોરે 12:15 કલાકે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને પરિવારજનો મહેમાનો સાથે પહેલા માળે બેઠા હતા. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેમની બ્લ્યુ બેગ નજરે ન ચઢતા તેમણે ઉપર જઈ પરિવારજનોને વાત કરી ત્યારે બધા નીચે આવ્યા હતા. નીચે આવી જોયું તો બેગ ન હતી. ઉપરાંત, લાકડાના કબાટના બે લોક તૂટેલા હતા.
તપાસ કરતા તેમાંથી આશરે અઢી તોલાની સોનાની 9 વીંટી, આશરે સાડા ચાર તોલાની સોનાની 3 બ્રેસ્લેટ, નાની છોકરીની સોનાની ઝાંઝર અને બ્રેસ્લેટ મળી આશરે દોઢ તોલા જેટલા વજનના રૂ.1.70 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાની જાણ થઇ હતી જોકે તાત્કાલિક આ ડોક્ટર આ મામલે પોલીસ ફરિયાદ પોલીસે તપાસ સઘન કરી હતી પોલીસે તપાસ શરૂ કરતા હકીકત મળેલ હતી કે મુળ જુનાગઢ જિલ્લાના માળીયાહાડીના તાલુકાના અમરાપુર ગીરગામ ખાતે રહેતો ડેવીડ સોલંકી આ ચોરીમાં સંડોવાયેલ હોવાની વિગત મળતા પોલીસે તેની અટકાયત કરી હતી.પોલીસે આરોપીની પુછપછ કરતા આરોપી સ્ટેશનથી પોતાના ઘરે પરત જતો હતો. દરમિયાન એક મકાનનો દરવાજો ખુલ્લો જોઈ જતા આ ડોક્ટરના મકાનમાં પ્રવેશ કરીને કબાટના ખાના ખેચી તોડી અંદરથી સોનાના દાગીનાની ચોરી કરેલ છે. હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીનો તમામ મુદામાલ કબજે કરી આ ચાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.