Mysamachar.in-સુરત:
હજુ તો ગઈકાલની જ વાત છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામાં રેલ્વે પોલીસે મેડીકલ ગુડ્ઝની આડમાં આવેલ બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યાં જ વધુ એક વખત મરી મસાલાની આડમા ગોવાથી લાવવામાં આવી રહેલ શરાબનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હાઈવે પરથી ટ્રક રોકાવી ને ઝડપી પાડ્યો છે, ગોવાથી યુપી પાસિંગની ટ્રકમાં દારૂની ટ્રક ડ્રાઇવર 30 મેની રાત્રે નીકળ્યો હતો, જે બાતમી આધારે ઘલા બોધાન વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે ઝડપાઇ ગયો હતો. ટીમે કુલ 41,89,896. નો મુદ્દામાલ કબ્જે લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળેલ કે નવસારીથી ટ્રક નં. (UP 63 K 9759)માં દારૂ ભરી ઘલા પાટીયાથી બૌધાન તરફ જનાર છે.ટિમ રાત્રે અઢી વાગે ઘલા બૌધાન રોડ પર વોચમાં હતી. ત્યારે ટ્રક આવતા પૂછપરછ કરતા મરી મસાલા છે એમ જણાવ્યું હતુ. તાડપત્રી ખોલી જોતા અંદરથી દારૂ 195 પેટીમાંથી દારૂની બોટલો 6480 જેની કીમત 6 લાખની થાય છે તે અંગ્રેજી દારૂ મળ્યો હતો. પોલીસેર ટ્રક 10 લાખ તથા કવરિંગમાં વાપરેલા મસાલા 25,83,536 રૂ. તેમજ મોબાઇલ 5000 તથા અંગ ઝડતીનાં 1370 મળી કુલ 41,89,896નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.