Mysamachar.in-સુરત:
થોડા દિવસો પૂર્વ લોકડાઉનને કારણે બંધાણીઓ પોતાની તલપ માટે પાનમાવાની દુકાનોમાંથી માવા ગુટખા સહિતની ચીજવસ્તુઓની ચોરીની કેટલીય ઘટનાઓ રાજ્યમાં સામે આવેલ હતી, આવી ચોરીની ઘટનાઓ માંડ બંધ થઇ ત્યાં જ લોકો કોરોનાથી બચવા માટે સાબુ અને હેન્ડવોશનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે સાબુ અને હેન્ડવોશની માંગ વધી રહી છે. આવા સમયે સુરતમાં હેન્ડવોશ અને સાબુની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના નાનપુરામાં હેન્ડવોશ-સાબુની ચોરી થઈ હોવાની ફરિયાદ અઠવા પોલીસને મળી છે. સુરતના નાનપુરામાં 49,286ની કિંમતના હેન્ડવોશ અને સાબુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. અઠવા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.