Mysamachar.in-સુરત
એક તરફ રાજ્યમાં લોકડાઉન 4 ની અમલવારી ચાલી રહી છે, અને તસ્કરો પણ અવનવી તરકીબો લોકડાઉન દરમિયાન અજમાવી અને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સુરતમાં એક એવી વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરો શટર ઉંચુ કરી ચોરી કરવા પ્રવેશ તો કર્યો પણ અહીંયા રોકડા રૂપિયા નહિ મળતા આ તસ્કરો હોઝિયરી દુકાનમાં થી અંડરવેર-બનિયાનનાં 250 બોક્ષ ચોરી કરીને નાશી છૂટતા દુકાનમાલિકે પોલીસની મદદ માંગી છે,
ઉધના રોડ નં 3 પર આવેલા શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.104 માં રહેતા 38 વર્ષીય કાલુરામ રાયમજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીïના નામે દુકાન ધરાવે છે.લોકડાઉનના કારણે કાલુરામની દુકાન બંધ હતી જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો અને ગત 16 થી 17 ની રાત્રી દરમિયાન તસ્કરોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો અને ચોરી કરી હતી. જોકે તસ્કરોને રોકડા રૂપિયા નહિ મળતા આ દુકાનમાં રહેલ અંડરવેર-બનીયાનના 250 બોક્ષ ચોરી કરી ભાગી છૂટ્યાં હતા.આ મામલે દુકાનદારે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ સહિતની તજવીજ કરી છે.