Mysamachar.in-સુરત
ગુજરાતમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, અને એવા સમયે જ પ્યાસીઓની પ્યાસ બુજાવવા ડુંગળીની આડમાં દારુ ઘૂસે તે પૂર્વે પોલીસે લાખોનો અંગ્રેજી શરાબ કબજે કર્યો છે, ગુજરાતમાં લોકડાઉન-4માં રાહત મળતાં જ બુટલેગરો ગેલમાં આવી ગયા હોય તેમ લાગે છે, રાહતનો લાભ લઈ સુરતમાં ડુંગળીની આડમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસ થઈ રહ્યો હતો. જોકે, સુરત જિલ્લા આર.આર.સેલે દારૂ સુરતમાં ઘૂસે તે પહેલા જ 24 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે, મહારાષ્ટ્રથી સુરત તરફ આવી રહેલી દારૂ બુટલેગરના હાથમાં પહોંચે એ પહેલાં આર આર સેલે જથ્થો ઝડપી લીધો છે. દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો એની તપાસ શરૂ કરવામાં આવી છે. કીમ ચાર રસ્તા નજીકથી ઝડપાયો છે. ડુંગળીની આડમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો હતો જેથી પોલીસને ખ્યાલ ના આવે પણ પોલીસે મળેલ બાતમીને આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.