Mysamachar.in-સુરત
પોતાની પ્રેમિકા માટે અપશબ્દનો પ્રયોગ કરનાર મિત્રને મિત્રએ મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના સુરત શહેરમાં સામે આવી છે, એક મિત્રએ તેના અન્ય મિત્રની પ્રેમિકા અંગે ઓનલાઇન ચેટિંગમાં અપશબ્દો લખતા તેને બહાર બોલાવ્યો હતો. જે બાદ મિત્રએ જ મિત્રને ચપ્પુનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કૃત્તિ રેસિડન્સીમાં રહેતા 21 વર્ષીય સ્મિત સોનીણી ગતરોજ તેના મિત્ર હર્ષિલ ઉર્ફે માવો સાથે ઓનલાઇન ચેટીંગ કરતો હતો. ત્યારે સ્મિતે હર્ષિલની પ્રેમિકા વિશે અપશબ્દો લખવાના શરૂ કર્યા હતા. જે બાબતે બંને મિત્ર વચ્ચે ઝગડો શરૂ થયો હતો.
જે બાદ આવેશમાં આવેલા હર્ષિલએ સ્મિતને મળવા બોલાવ્યો હતો. બાદમાં બન્ને મિત્રો વરાછા વિસ્તારમાં આવેલા મહારાજા ફાર્મ ખાતે ભેગા થયા હતા. અહીંયા પણ સ્મિત અને હર્ષિલ વચ્ચે હર્ષિલની પ્રેમિકા મામલે બોલાચાલીથી શરૂ થયેલા ઝગડો ઉગ્ર બન્યો હતો. હર્ષિલે પોતાની પ્રેમિકા માટે અપશબ્દો બોલનાર સ્મિત પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી સ્મિતને ગંભીર ઇજા થતાં ત્યાંજ ઢળી પડ્યો હતો. જે જોઇને ચપ્પુ મારનાર હર્ષિલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના બન્યા ની જાણ આસપાસના સ્થાનિકો થતા તેવો સ્મિતને સારવાર માટે હિસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા અમરોલી પોલીસ પણ બનાવાળી જગ્યા પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી. સ્મિતે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી નાખ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી