Mysamachar.in-સુરતઃ
સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. મૂળ ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતા પોતાના જીવનના વીસ વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.
વિજય મહેતા હીરાના વેપારી છે, અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા, પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનુ ઓછુ કરી દીધુ હતુ. કારણ કે તે સમયે તેમને લાગ્યુ હતુ કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? આ જ કારણ છે કે પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો. એટલુ જ નહી પોતાની તમામ સંપત્તિ કે જેને તેઓએ પોતાની વર્ષોની મહેનતથી ઊભી કરી હતી. તેને પણ વેચવાનો નિર્ણય કરી દીધો છે.આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે અને એ કેટલુ ભયાવહ હોય છે તેનુ એ.આર ટેકનોલોજીથી લોકોને બતાવશે અને અને બાકીની રકમ ગરીબોને દાનમાં આપી દેશે આ પરિવારની એક દીકરી નામે ઋત્વી એ આજથી બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી, જોકે પહેલેથી દીક્ષા લેવી હતી જેને લઇને તે બે વર્ષ મહારાજ સાહેબના સાનિધ્યમાં સહ પરિવાર રહ્યા હતા.જોકે ફરવાનો શોખ સાથે દર રવિવારે ફિલ્મ જોવાની અને અઠવાડિયામાં બે વખત હોટલમાં જમવા જવાનો પણ શોખ ધરાવતા વિજય ભાઈ અને તેમનું પરિવાર પહેલેથી જ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.