Mysamachar.in-સુરતઃ
સોશિયલ મીડિયા પર જેની ઠેકડી ઉડી રહી છે એવા વેવાઇ-વેવાણના કિસ્સામાં એક નવો જ વણાક આવ્યો છે, વેવાણને લઇને ફરાર થયેલા વેવાઇએ બે દિવસ પછી વેવાઇએ તેના એક મિત્રને કોલ કરીને કહ્યું કે હવે બસ જવું પડે એમ જ હતું. કોઈ રસ્તો ન હતો કહીને 17 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં વેવાણે પણ નવસારીમાં તેના પરિવાજનોના શું સમાચાર છે તે બાબતે વાત કરી હતી. ફરાર વેવાઇ-વેવાણ ઉજ્જૈનથી 20 કિલોમીટર દૂર એક ગામમાં હોવાનું અને રાષ્ટ્રીય પક્ષના એક કાર્યકરે તેમના રહેવાની વ્યવસ્થા કરી આપી હોવાનું મિત્રોનું અનુમાન છે. છે. જો કે આ બાબતે પોલીસ લોકેશનની તપાસ કરી બન્ને શોધવા કવાયત શરૂ કરી છે.
એક ગુજરાતી ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે વેવાઈએ પોતાના મિત્રને કહ્યું કે મેં એક પાર્સલ કુરિયરમાં મોકલ્યું છે, કુરિયરમાંથી, તેમાં હું કયા છું તેનું એડ્રેસ લખ્યું છે, તેની અંદર મારી દીકરીની લગ્નની ગ્રીફટ છે. હું કોઈની સાથે વાત કરી શકું એમ નથી, મારે બહુ પ્રેશર છે. મારા ઘરે કોઈને તકલીફ તો નથી ને ! જ્યારે મિત્રએ વેવાઇને સમજાવ્યો કે કંઈ ગભરાતા નહિ, તમને કંઈપણ તકલીફ હોય તો અમને બોલાવો, તમે જ્યાં કહેશો ત્યાં આવી જઈશું, જરાયે ચિંતા નહિ કરતા અને ખોટું પગલું પણ ભરતા નહીં. મિત્રની સાથે વેવાઇએ વાત કરી બાદમાં તેની પ્રેમિકા વેવાણ સાથે પણ મિત્રને વાત કરાવી હતી. જેમાં વેવાણને હવે ઘરેથી ભાગી ગયા પછી ઘરના સભ્યો યાદ આવે છે. તેણે કહ્યું કે નવસારીમાં મારા ઘરના શું સમાચાર છે. તેને એટેકની બીમારી છે એવું પણ પૂછ્યું હતું. આવી રીતે વેવાઇ અને તેની વેવાણએ મિત્રની સાથે 17 મિનિટ સુધી વાત કરી હતી. જો કે તેઓ અત્યારે કયાં છે તે અંગે કોઈ ફોડ પાડયો ન હતો, છેલ્લે વેવાણે વોટસએપ કોલથી વાત કરવાની પણ વાત કરી હતી.