Mysamachar.in-સુરત:
લગ્નજીવન બાદ ચાહે પત્ની કે પછી પતિ દ્વારા અન્ય પુરુષ કે સ્ત્રી સાથે બાંધવામાં આવતા સબંધોનો મોટાભાગના કિસ્સાઓમાં ચોંકાવનારો જ અંજામ આવે છે, અને તેના અનેક દાખલાઓ સમાજમાં મૌજુદ છે, એવામાં મેટ્રોસીટી સુરતમાં પણ અનૈતિક સબંધોમાં ભાભીએ દિયરને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાનો પર્દાફાશ થઇ જવા પામ્યો છે, થોડા દિવસ પહેલાં વડોદ ગામમાંથી એક યુવકની લાશ મળી આવી હતી જેની તપાસમાં હત્યા થયાનું ખુલવા પામ્યું છે,
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યું કે મૃતક યુવકને ગળાટુપો આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે, જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ કરતા મૃતક અને તેની ભાભી એટલે કે ભાભી અને દિયર વચ્ચે અનૈતિક સંબંધો હતો, જેની પતિને જાણ થઇ ગઈ હોવાની આશંકાએ દિયર વિનય યાદવને મોતને ઘાટ ઉતાર્યો હતો. થોડા દિવસ પહેલાં વડોદ ગામે એક યુવકની લાશ મળી આવી હતી દિયર ભાભી સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પતિ રાત પાળી કામ કરતો હતો ત્યારે દિયર દિવસે નોકરી કરતો હતો. પતિ રાત પાળી કામ કરવા જતો ત્યારે દિયર રાતે ભાભી પાસે આવતો હતો અને અનૈતિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો. અનૈતિક સંબંધો બાંધતાં દિયરે એકવખત બન્નેની અગંત પળોના ફોટા પણ પાડી લીધા હતાં. જ્યારે ભાભી શારીરિક સંબંધ બાંધવા ન દે તો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. પોતાના જ દિયરની વારંવાર ધમકીઓ થી કંટાળીને અંતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને ખુદ ભાભી એ જ દિયરને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી નાખતા પોલીસે આ મામલે શરુ કરી છે.