Mysamachar.in-સુરતઃ
પ્રેમી સાથે સુરત ભાગીને આવેલી માતાએ તમામ હદ વટાવી પોતાની સગી પુત્રીને અંધકારમાં ધકેલી દીધી હતી. સુરતના વરાછામાં પ્રેમી, પ્રેમીના ભાઇ અને સગી માતા વિરુદ્ધ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે. મૂળ રાજકોટથી મહિલા પોતાના પ્રેમી સાથે મળી સુરત રહેવા આવી ગઇ હતી, આ મહિલા તેની સાથે સગીર પુત્રી અને નાના દીકરાને સાથે લઇને આવી હતી. પ્રેમી સાથે રહેતી મહિલાએ તેની પુત્રીને પ્રેમીના ભાઇને સોંપી લીધી અને લગ્ન વગર સાથે રહેવા દીધી. આ દરમિયાન પ્રેમીના ભાઇએ સગીરા સાથે ત્રાસ ગુજારવાની તમામ હદ પાર કરી દીધી.ખુદ સગી માતાએ પણ પુત્રી પર જરાય દયા ન ખાધી.
બનાવની વિગત એવી છે કે થોડા સમય પહેલા જ રાજકોટમાં પતિ-પત્ની દિપક, ગીતા, અને તેની સગીરવયની દીકરી આશા અને તેનો 10 વર્ષનો દિકરો અશોક (બધા કાલ્પનિક નામ છે)નો નાનો પરિવાર વસવાટ કરતો હતો. જો કે આ દરમિયાન તેમનો પરિચય પાર્લરનું કામ કરતાં મિલન નામના એક શખ્સ સાથે થયો. મિલન અવાર-નવાર દિપકના ઘરે જમવા આવતો.આ દરમિયાન દિપકની પત્ની ગીતાની આંખ મિલન સાથે મળી ગઇ અને બંને વચ્ચે પ્રેમ ખીલ્યો. એકબીજાને પ્રેમ થઇ જતાં મિલન અને ગીતા રાજકોટથી ભાગીને સુરત આવી ગયા. જો કે પ્રેમી સાથે ભાગેલી ગીતા પોતાની સાથે આશા અને અશોકને પણ સુરત લઇ આવી. પહેલા જ ઘર-સંસાર તોડી પ્રેમી સાથે આવેલી ગીતાએ પોતાની દીકરી આશા પર જરાય દયા ન આવી અને તેણે પ્રેમી મિલનના ભાઇ ચિરાગને ધરાર સોંપી દીધી.
આ દરમિયાન ચિરાગે આશા પર રોજ દુષ્કર્મ આચર્યું અને માર મારી શારીરીક ત્રાસ ગુજર્યો, આ વાતની જાણ તેણીએ તેની માતા ગીતાને કરી, જો કે ગીતાએ પુત્રીની મદદ કરવાને બદલે એવી કહી દીધું કે તારા લગ્ન ચિરાગ સાથે જ કરવાના છે, આથી તું એની પત્ની બનીને રહેજે. માતાની ધમકીને કારણે અનિશ્ચાએ આશા ચિરાગ સાથે મજબૂર બની. જો કે ત્રાસથી કંટાળી આશા સુરતમાં રહેતા તેના સંબંધી પાસે જતી રહી અને રાજકોટ રહેતા તેના પિતા દિપકને જાણ કરી. સમગ્ર બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી જેમાં ગીતા, તેનો પ્રેમી મિલન અને ચિરાગ વિરુદ્ધ વિવિધ કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી.