Mysamachar.in-સુરતઃ
રાજ્યમાં મંદીની વાતો વચ્ચે ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં મંદીને કારણે બેકાર બનેલા કેટલાક મિત્રો અવળા રવાળે ચડી ગયા, જો કે આવું કરવાને કારણે તમામને જેલમાં જવાનો આવ્યો છે. આ છ મિત્રો પહેલા કાપડ ઉદ્યોગમાં કામ કરતાં હતા, જો કે તેમાં મંદી આવતા તમામ બેકાર બન્યા હતા, થોડા સમય બાદ તહેવાર આવતો હોવાથી તહેવારમાં મોજ શોખ પૂરા કરવા માટે રસ્તામાં એકલા જતા લોકોને લૂંટી લેવાનું શરૂ કર્યું, જો કે પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે તહેવારોને ધ્યાને રાખી શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પેટ્રોલિંગ અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપતી ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે મોહમ્મદ રજબ અબ્દુલ રહીમ શેખ, અસ્લમ શા ફિરોજ, શિવમ ઉફે શુભમ ઠાકુર, રવિ રાય, રણજિત રાજપૂત આમિર ઉફે કલ્લુ પઠાણ નામના શખ્સની ધરપકડ કરી હતી, આ તમામ શખ્સો પહેલા કાપડના ઉદ્યોગમાં કામ કરતાં હતા, જો કે તેમાં મંદી આવતાં બેકાર બન્યા હતા, બાદમાં તહેવારોમાં મોજ શોખ પુરા કરવા માટે લૂંટના રવાળે ચડી ગયા હતા. જેમાં તેઓ રાતે એકલા જતા લોકોને આંતરી ચપ્પુ જેવા હથિયાર બતાવી લૂંટી લેતા હતા.અત્યારસુધીમાં આ ટોળકીએ ખટોદરા પોલીસની હદમાં બે, ઉધનામાં એક, કતારગામમાં એક, ચોકબજારમાં એક મળી કુલ પાંચ ગુનાને અંજામ આપ્યો છે.