Mysamachar.in-સુરતઃ
ટેક્નોલોજીના જમાનામાં ગુનેગારો અનેક રીતે ગુનાને અંજામ આપતાં હોય છે. જો કે આરોપીઓની મેલીમૂરાદ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ પણ સજ્જ છે. આથી જ તો પોલીસમાં સાઇબર ક્રાઇમ વિભાગ શરૂ કરી ઇન્ટરનેટ દ્વારા થતા ક્રાઇમ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં ફેસબૂક પર મહિલાને વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરતાં શખ્સ સામે જેલમાં ધકેલવા સુધીની કાર્યવાહી કરવામાં આવી. સુરત શહેરમાં રહેતી એક મહિલા સાથે ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ મહિલાના મેસેન્જર પર વીડિયો કોલ કરીને બિભત્સ વર્તન કરી રહ્યો હતો. યુવકે નવનીત રૈયાણી નામથી એક ફેક ફેસબૂક આઇડી બનાવ્યું હતું. આ એકાઉન્ટ પરથી તે મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ તેની સાથે મિત્રતા કેળવતો. ત્યારબાદ આ શખ્સ ચેટિંગમાં બિભત્સ વાતો કરી ચેનચાળા કરતો. અંતે કંટાળી મહિલાએ સુરત સાઇબર ક્રાઇમાં ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી છે.