Mysamachar.in-સુરત:
જામનગર સહીત ગુજરાતભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં જ લોકોમાં ભય પેસી જવા પામ્યો હતો અને ધડાધડ જેવી મળે તેવી હેલ્મેટની ખરીદી કરવા લાગ્યા હતા, જો કે સરકારે લોકરોષ જોઈને થોડા દિવસોની રાહત આપી છે, ત્યારે હેલ્મેટ સાચવવાની ચિંતા વચ્ચે એક હેલ્મેટ ચોરી થયાની ઘટના સામે આવી રહી છે, સુરતના ઉધના નજીક આવેલ ઉન ગામમાં રહેતો યુવક કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યો ગયો હતો. અને તેણે બેંકની બહાર પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું. અને એક્ટિવાના કાચની ઉપર હેલ્મેટ સામાન્ય રીતે જેમ લોકો લગાવે તેમ લગાવ્યું હતું, એવામા બેંકનું કામ પતાવીને જ્યારે યુવાન બહાર આવ્યો તો એક્ટિવા ઉપર હેલ્મેટ ગાયબ હતું. જે બાદ યુવકે બેંકના સીસીટીવી ચેક કરતાં સીસીટીવીમાં હેલ્મેટ ચોરી થયું હોવાની જાણ થતાં જ યુવાને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી હતી. પોલીસ ફરિયાદ કરતાં પોલીસને પણ હવે હેલ્મેટ ચોરીની તપાસ કરવાની ફરજ પડી છે.