Mysamachar.in-સુરત:
સોશ્યલ મીડિયા એ એવું માધ્યમ છે કે જેમાં આજના યુવકો અને યુવતીઓ તો ઠીક પણ મોટેરાઓ પણ આકર્ષાઈ અને એકબીજાની નિકટ જવાનો પ્રયાસ કરતાં હોય છે, ત્યારે સુરતમાં એક ૪૧ વર્ષીય પરિણીતાને ૨૦ વર્ષના યુવક સાથે ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,
મૂળ સૌરાષ્ટ્રની વતની એવી ૪૧ વર્ષીય પરિણીતા સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં રહે છે અને બે સંતાનોની માતા પણ છે. પરિણીતાનો પતિ વરાછામાં પોતાની દુકાન ધરાવે છે. એવામાં સાતેક મહિના પૂર્વે પરિણીતાને ફેસબુક પર વરાછામાં જ રહેતા ૨૦ વર્ષીય રાજન નામના યુવક સાથે ફેસબુકમાં મિત્રતા થઇ હતી, અને આ રીતે બંને વચ્ચે સંબંધ કેળવાયો. બંને અવારનવાર મળતાં અને તેમની વચ્ચે મરજીથી શારીરિક સંબંધ પણ બંધાયો હતો, ત્યારબાદ ઘરના કામકાજ સહીતના કારણે પરિણીતા રાજનને સમય આપતી ના હોય જેના લીધે ઉશ્કેરાયેલો રાજન તેણીને અવારનવાર ધમકાવતો હતો. દરમિયાન પરિણીતાએ રાજન સાથે મિત્રતા રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાજને પરિણીતાના ઘરે પહોંચી અને તેના પતિને મિત્રતાની જાણ કરી દીધી હતી.
સનકી યુવક હું કહું તેમ જ તારે કરવું પડશે નહિતર તારું અને તારા પરિવારનું પુરુ કરી નાખીશ વગેરે ધમકીઓ પણ આપતો હતો આમ અવારનવારની ધમકીઓ થી તંગ આવી ને મહિલાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.