Mysamachar.in-સુરત:
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬મા નોટબંધી લાગુ કરવામાં આવી હતી,અને જૂની નવી નોટો થઇ પણ ગઈ,અને જૂની ૧૦૦૦ ના દરની અને ૫૦૦ ના દરની નોટો ચલણમાં થી નીકળી ચુક્યા બાદ હજુ પણ ક્યારેક ક્યારેક રાજ્યના કોઈ ને કોઈ જિલ્લામાં લાખોથી માંડીને કરોડોની જૂની નોટો મળી આવે છે,ત્યારે સુરતમાં વધુ એક વખત જૂની રદ થયેલી ૯૯ લાખની ચલણી નોટોના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો બાદ ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે,સુરતની પુણા પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી એક શખ્સ ખાનગી લક્ઝરી બસમાં જૂની ચલણી નોટો લઈને આવે છે.પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી.અને લક્ઝરી બસની તપાસ દરમિયાન પોલીસને આરોપીની બેગમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટો મળી આવી હતી.