Mysamachar.in-સુરત:
સુરત શહેરમા એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે,જે રૂવાળા ઉભા કરી દે તેવી છે,ઘટના એવી છે કે કાપોદ્રા વિસ્તારમાં માતા-પિતાના ઝઘડાથી કંટાળેલી એક કિશોરી ઘરેથી ભાગી ગઈ છુટ્યા બાદ તેની હાલત દયનીય કરી દેવામાં તેના જ મિત્ર એ ભૂંડી ભૂમિકા ભજવી છે,
કિશોરીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેણી માતા-પિતાના ઝઘડાથી કંટાળીને ઘરેથી ચાલી ગઈ હતી. આ દરમિયાન તેણી પોતાના મિત્રો સાથે જ રહી હતી. જોકે, તેના એક મિત્રએ તેને મજૂરાગેટ પાસે દેહવેપાર કરાવતી સવિતા નામની એક મહિલાની સોંપી દીધી હતી, સવિતા નામની મહિલા કિશોરીને નવાં નવાં કપડાં અને મોબાઇલ ફોન લઈ આપવાની લાલચ આપી હતી. બીજા દિવસે સવિતા કિશોરીને તૈયાર કરીને મજૂરાગેટ પાસે લાવી હતી. અહીં ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કરીને સવિતાએ કિશોરીને તેની સાથે મોકલી દીધી હતી. સતત ત્રણ દિવસ સુધી ગ્રાહકો સાથે મોકલ્યા બાદ કિશોરીની હાલત ખરાબ થઈ હતી. પોતે દેહવેપારની જાળમાં ફસાઈ ગઈ હોવાનું જાણીને પાંચ દિવસ પહેલા આ કિશોરી સવિતાના ઘરેથી ભાગી ગઈ હતી.
સવિતાની ચુંગાલમાંથી ભાગી છુટ્યા બાદ કિશોરી રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીં એક કિન્નરનું ધ્યાન કિશોરી પર પડ્યું હતું. કિશોરીની હાલત સારી ન હોવાથી કિન્નરને કંઈક અજુગતું થયું હોવાની શંકા થઈ હતી. જે બાદમાં તે કિશોરીને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસે કિશોરીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે કિશોરીનું અપહરણ, બળાત્કાર, પોક્સોનો ગુનો દાખલ કરીને સવિતા ની ધરપકડ કરી અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી છે