Mysamachar.in-સુરત:
સુરત DRIની ટીમને બાતમી મળી હતી કે મુજફ્ફરપૂરથી સુરત ટ્રેન નંબર.૧૯૦૫૪ આવી રહી છે,તેમાં એક વ્યક્તિ જાલી નોટ સાથે હોવાની અને આ નોટો સુરતના એક વ્યક્તિને આપવાનો હોવાની માહિતી પરથી ટ્રેપ ગોઠવીને બે શખ્સોને રૂપિયા ૨૦૦૦ ના દરની ૧૦૦ એટ્લે કે ૨ લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે,
બિહારના વિનોદ અને મહમદની શંકાસ્પદ રીતની હિલચાલને જોતા બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.જેમાં બન્ને વ્યક્તિઓ પાસેથી બે હજારના દરની 100 નકલી નોટ ઝડપાઈ હતી,જેથી બન્નેની કાયદેસરની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી હતી,બાદમાં બન્ને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યાં છે,અને વધુ તપાસ ચાલી રહી છે.