Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય છે, આ ત્રાસથી દૈનિક ક્યાંક ને ક્યાંક કોઈ મોતને ભેટે છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, આ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરી અને સરકારને કડક પગલા લેવા સૂચનાઓ આપતા સરકારના વિવિધ વિભાગો ધંધે લાગ્યા હતા, એવામાં આજે રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં થયેલ કામગીરી અંગેનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો છે જે 5000 થી વધુ પાનાનો છે,
હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી, અને સાત દિવસની અંદર રખડતાં ઢોર અંગે રિપોર્ટ જમા કરાવવાનું કહ્યું હતુ, રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 5 હજાર 979 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કોર્પોરેશનને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ અને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જે પ્રમાણે આજે સરકારે કોર્ટમાં 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
સોગંદનામા પ્રમાણે 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગર પાલિકાએ 1 હજાર 835 રખડતા ઢોર પકડ્યા છે, 772 RFID લગાવી અને 7 FIR નોંધી છે. સુરત મહાનગરપાલિકાએ 514 રખડતા ઢોર પકડ્યા છે. 373 RFID લગાવી અને 35 FIR નોંધી છે. રાજકોટ મહાનગર પાલિકાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. 369 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. તો વડોદરા મહાનગરપાલિકાએ 305 રખડતા ઢોર પકડ્યા છે. 1 હજાર 211 RFID લગાવી અને 8 FIR નોંધી છે. તો
ગાંધીનગર મહાનગરપાલિકાએ 179 રખડતા ઢોર પકડ્યા છે, 175 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી નથી. તો ભાવનગર મહાનગરપાલિકાએ 367 રખડતા ઢોર પકડ્યા છે. 82 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. જામનગર મહાનગર પાલિકાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. 225 RFID લગાવી અને 72 FIR નોંધી છે.
તો જૂનાગઢ મહાનગર પાલિકાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. 50થી વધુ RFID લગાવી અને 16 FIR નોંધી છે. આમ રખડતાં ઢોરના ત્રાસને લઇને સરકાર એક્શનમાં આવી હતી, અને સમગ્ર રાજ્યમાંથી 157 નગર પાલિકાઓમાં 4 હજાર 328 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે, 424 RFID લગાવાઈ અને 15 FIR નોંધવામાં આવી હોવાનું રેકોર્ડ પર જણાવ્યું છે.