Mysamachar.in:અમદાવાદ
ગત બુધવારે મોડીરાત્રે શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત કેસમાં મોટો ખુલાસો થતા આરોપી તથ્ય પટેલ ઉઘાડો પડી ગયો છે, આ તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે જેગુઆર કારે કચડી નાંખતા 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત બાદ સતત સવાલો થઇ રહ્યા હતા કે આખરે જેગુઆર કારની સ્પીડ કેટલી હતી ? જોકે, હવે આ સ્પીડને લઇને ખુલાસો થયો છે. આજે બપોરે FSL રિપોર્ટમાં ગાડીની સ્પીડને લઈને ખુલાસો થયો છે. ગાડીની સ્પીડ 142.5ની હોવાનો ખુલાસો થયો છે. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 142.5 કિમી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગર FSL દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની 142.5ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે.