Mysamachar.in:અમદાવાદ
આ વખતે રાજ્ય પર મેઘરાજા ઓળઘોળ છે અને સાર્વત્રિક સારો વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની મોટાભાગની આગાહીઓ સાચી ઠરી રહી છે ત્યારે આજે વધુ એક વખત હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આવતીકાલથી શરુ કરીને 19 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તેવું અનુમાન જાહેર કરાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 16 જુલાઇથી 19 જુલાઇ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
હવામાન વિભાગે 16 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે 16 જૂલાઈ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આ તરફ 16 જૂલાઈએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરાઇ છે.
આ તરફ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 18 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને પોરબંદરમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂલાઈ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદનું આગમન થશે. આ સાથે 19 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી છે.